જન્માષ્ટમીની રજાઓ પર સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ઘસારો - junagadh
દીવ: સાતમ આઠમના તહેવારની રજાઓને લીધે સંઘ પ્રદેશ દીવમાં પર્યટકોની મેદની જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. પર્યટકોની પહેલી પસંદ દીવના નાગવા બીચ છે. સાથો સાથ પોર્ટુગીઝ સમયનો કિલ્લો, ગંગેશ્વર મહાદેવ, જલંધર બીચ, પોઠિયા દાદા સ્થિત જુરાસિક પાર્ક, ઘોઘલા બીચ, ખુકરી મેમોરિયલ, નાયડા ગુફા જેવા દીવના તમામ પર્યટક સ્થળો પર પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશભરમાંથી આવતા યાત્રિકોને કારણે દીવના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.