જામનગરના ઝાંખરમાં ન્યારા એનર્જી કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડાતા લોકો પરેશાન - chemical water
જામનગર :જિલ્લાના ઝાંખર ગામમાં ન્યારા એનર્જી ( એસ્સાર) કંપની દ્વારા ખરાબ કેમીકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે. જે ઝાંખર ગામનાં ખેડુતોનો ઉભો પાકને નુકસાન પહોંચાડે છે. કેમીકલયુક્ત પાણી ગામની નદીમાં ભળે છે. જે નદીના પાણીના ઉપયોગથી ગામ લોકોના શરીરમા બળતરા તથા ચામડીના રોગો થવાની ફરીયાદ છતાં કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. કંપની દ્વારા દર વર્ષે આ રીતે ખરાબ કેમીકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે. ગામની 1000 એકર જમીનમાં નુકસાન પહોંચાડે છે.સ્થાનિકોએ ન્યારા એનર્જી કંપની વિરુદ્ધ વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હોવા છતાં પણ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગ્રામજનો ચામડીના રોગો પણ વધ્યા છે. જેનાથી જમીનમાં પાક લઈ શકાતો હતો તે જમીન પણ બિન ઉપયોગી બનવી છે.