દેશ ભરમાં જનતા કરફ્યૂ, પરંતુ વેરાવળમાં લોકો કરી રહ્યા છે સેર સપાટો - girsomnath latest news
વેરાવળઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયેલા જનતા કરફ્યૂને દેશભરમાં લોકોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે, ત્યારે ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં આંશિક રીતે લોકોની ઉદાસીનતા જોવા મળી હતી. મોટા ભાગના વેપારીઓએ દુકાનો તો બંધ રાખી છે પણ લોકો આ કરફ્યૂની પરિસ્થિતિને મીની વેકેશન માની ફરવા નીકળી રહ્યા છે. જે મોટા ભયનો સંકેત છે, ત્યારે લોકોની સજાગતા ચોક્કસથી ઓછી જોવા મળી છે.
Last Updated : Mar 22, 2020, 4:22 PM IST