કમોસમી વરસાદની સંભાવનાને કારણે મગફળીને વેરહાઉસમાં ખસેડાઇ
ગીર સોમનાથ: છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ નજીકના વિસ્તારની અંદર જેવા કે, માળિયા અને કેશોદમાં કમોસમી વરસાદ થવાને કારણે આગમચેતી રૂપે ગીર સોમનાથ પુરવઠા તંત્ર દ્વારા સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી જે વેરાવળ નજીક કાજલી માર્કેટીંગ યાર્ડના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હતી તે મગફળી તાલાલા વેર હાઉસ ખાતે ખસેડવા કામગીરી શરૂ કરાઈ છે. એક તરફ છ મહિના ચાલેલા ચોમાસાના કારણે ખેડૂતોની મગફળી 50 ટકા જેટલી જ થઈ હતી બીજી તરફ રવિ પાકની અંદર ઘઉંમાં નફો કરવાની આશાએ બેસેલા ખેડૂતો ઉપર મેઘરાજા કહેર વરસાવે તો ધરતીપુત્રો દેવાળું ફૂંકાય તેવી પૂરી શક્યતા છે.