મોડાસામાં મગફળીની હરાજી 5 દિવસ સુધી બંધ કરવામાં આવી - મોડાસામાં ટેકાના ભાવે મગળીની ખરીદી
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા APMCમાં મગફળીની મબલખ આવક થવાથી યાર્ડમાં ભરાવો થયો છે. જેથી સંચાલકોએ 5 દિવસ એટલે કે 3 નવેમ્બર સુધી હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, સરકાર 1055 રૂપિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે, જ્યારે હરાજીમાં ખેડૂતોને રૂપિયા 1,150થી 1200 મળી રહ્યા છે. જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે.