કાલાવડ પંથકમાં દીપડાએ દેખા દીધી, ગામ લોકોમાં ભયનો માહોલ - Kalavad
જામનગર: કાલાવડ તાલુકાના રવેશીયા અને હંસ્થળ ગામમાં દીપડાના આટાફેરા થતા હોવાની શંકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વખત દીપડાએ દેખા દીધી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં દીપડો ધરાર પૂરાતો નથી. દિપડાના આતંકથી ગ્રામજનોમાં છેલ્લા બે મહિનાથી ભયના ઓથા હેઠળ જીવી રહ્યાં છે.