પંચમહાલના હાલોલમાં ધામધૂમ પૂર્વક ગણપતિનું વિસર્જન કરાયું - પાવાગઢ પાસે આવેલા વડા તળાવમાં
પંચમહાલઃ જિલ્લાના હાલોલમાં 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગુરુવારે ગણેશ પંડાલમાં આરતી પૂજા બાદ ગણપતિ વિસર્જન યાત્રા નિકળી હતી. તેમજ ગણેશજીની નાની મોટી 700 જેટલી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવી હતી, જેનું પાવાગઢ પાસે આવેલા વડા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જને લઈને પંચમહાલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશભક્તોએ ડીજે અને ઢોલ નગારાના તાલે બાપાને વિદાય આપી હતી.