સુરતમાં ડ્રેનેજ સમસ્યાથી સ્થાનિકોમાં રોષ, મહિલાઓએ ગટરના પાણીમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો - Surat Local News
સુરતઃ શહેરના માન દરવાજા બાખડ મહોલ્લામાં ડ્રેનેજની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડ્રેનેજનું ખરાબ પાણી લોકોના ઘર સુધી પહોચી ગયું છે. અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓ એકઠી થઇ ગટરના પાણીમાં ઉભા રહીને થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.