મહીસાગરમાં ગૌરીવ્રતના પ્રથમ દિવસે બાલીકાઓ અને સ્ત્રીઓએ ઘરે પૂજા કરી - બાલીકાઓ અને સ્ત્રીઓએ ઘરે પૂજા કરી
મહિસાગર : આજથી ગૌરીવ્રતના દીવસનો પ્રારંભ થયો છે. જેથી બાલિકાઓ અને સ્ત્રીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના શુક્રવારના દિવસથી જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં બાલિકા તેમજ સ્ત્રીઓએ પૂજા અર્ચના કરી અને સારો જીવનસાથી મળે તે માટે પ્રાર્થના કરે છે. વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ જયા પાર્વતીના વ્રતનું કુવારીકાઓ અને સ્ત્રીઓમાં ખૂબ જ મહત્વ છે, પરંતુ હાલ દેશ અને દુનિયામાં કોરોના મહામારીના કારણે કોરોનાનુ સંક્રમણ ફેલાય નહિ તે માટે સરકાર દ્વારા ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે.