'મહા' વાવાઝોડાને પગલે નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ - મોરબીના નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ
મોરબીઃ સમગ્ર રાજ્યમાં 'મહા' ચક્રવાતનો કહેર યથાવત છે. 6 નવેમ્બર એટલે કે, બુધવારે 'મહા' વાવાઝોડું રાજ્યના દક્ષિણ વિસ્તારમાં અને દરિયા કાંઠે આવવાની શક્યતા છે, ત્યારે આ વાવાઝોડાને પગલે મોરબીના નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે. માળિયા તાલુકામાં આવેલા નવલખી બંદર ખાતે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. જો કે, નવલખી બંદરે ખાસ કોઇ ચિંતાજનક સ્થિતિ ના હોવાનું પણ પોર્ટના અધિકારી પાસે જાણવા મળ્યું છે, તેમ છતાં વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જાણવા મળ્યું છે.