હૈદરાબાદ દુષ્કર્મ કેસ: પોરબંદરમાં NSUIના કાર્યકર્તાઓએ ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજી - NSUIના કાર્યકર્તાઓએ કેન્ડલ માર્ચ યોજી
પોરબંદર: હૈદરાબાદની મહિલાને ન્યાય અપાવવા માટે સમગ્ર દેશમાં પ્રદર્શન થઈ રહ્યું છે. પોરબંદર NSUI દ્વારા પણ સોમવારે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં NSUIના કાર્યકરોએ સત્યનારાયણ મંદિરથી કમલાબાગ સુધી કેન્ડલ માર્ચ યોજી આરોપીને કડક સજા આપવાની માગ કરી હતી.