છોટા ઉદેપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ
છોટા ઉદેપુરઃ જિલ્લામાં નગર સેવા સદન દવારા છોટાઉદેપુરને પલાસ્ટિક મુક્ત બનાવવા માટે 11ડિસેમ્બરના રોજ એક પ્રયોગ કરવામાં આવયો હતો. જેમાં છોટા ઉદેપુર પ્રાંત અધિકારીએ હાજરી આપી હતી. I.E.Cના ભાગ રૂપે 1 કિલો પ્લાસ્ટિક આપી તેની સામે ઇનામ આપવામાં અપવામાં આવતું હતું. ઇનામમાં બાસમતી ચાવલ, સન ફલાવાર ઓઈલ, કેવટી દળ, એવરેસ્ટ મસાલા, છોલે કાબુલી ચના, ડુંગળી, દ્રાક્ષ, ખજૂર, રીયલ ચેવડો, ચા, ખાંડ જેવી વસ્તુઓ આપવામાં આવતી હતી. પ્લાસ્ટિક આપનારને કુપનમાં જે વસ્તુ નીકળે તે આપવામાં આવતી હતી. સદર પ્રવુતિથી લોકોમાં જાગૃતતા આવશે. તેમજ વહીવટીતંત્ર સદર બાબતે હંમેશા કાર્યશીલ છે.