પોરબંદરના વાળોતરા ગામે મીનસાર નદીમાં આવ્યાં નવા નીર, ખેડૂતોમાં ખુશીનો માહોલ
પોરબંદરઃ જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના વળોતરા ગામે આવેલી મીનસાર નદીમાં નવા નીર આવ્યા હતા, જે જોવા લોકોના ટોળા ઉમટયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદરમાં ચાર ઇંચ રાણાવાવ પાંચ અને કુતિયાણામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના બરડા ડુંગરમાં વરસેલો વરસાદ સહિત હનુમાનગઢ, બિલેશ્વર વિસ્તારનું પાણી તથા જામનગર અને દ્વારકા જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદનું પાણી આ નદીમાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી..