મોરબી ચેમ્બર ઓફ કોમર્સની 26 વર્ષે ચૂંટણી યોજાઈ, નવા હોદ્દેદારો બિનહરીફ નિમાયા
મોરબી: ચેમ્બર ઓફ કોમર્સમાં 26 વર્ષે ચૂંટણી યોજવામાં આવી હતી. 26 વર્ષ બાદ ચૂંટણી યોજાય તે પૂર્વે નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી થઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જેન્તીભાઈ જયરાજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ત્રમ્બક ભાઈ શિવલાલભાઈ ફેફર, જયેન્દ્રસિંહ ઉદયસિંહ જાડેજા, સવજીભાઈ ત્રિભોવનભાઇ કાલરીયા અને રતિલાલ લાલજીભાઈ આદ્રોજા તેમજ મહામંત્રી તરીકે અમિતભાઈ રમેશભાઈ સચદે સહમંત્રી તરીકે ઉમેશભાઈ ઘનશ્યામભાઈ કચોલીયા અને હેમલભાઈ ભગવાનજીભાઈ શાહ જ્યારે ખજાનચી તરીકે બચુભાઈ ભુરભાઈ અગોલાની વરણી કરવામાં આવી હતી. બિનહરીફ વરણી પામેલ ટેબલ કોમર્સ નવનિર્મિત પ્રમુખ જયંતીભાઇ જણાવ્યું હતું કે, મોરબી શહેરના કોર્પોરેશન મળે તે પ્રાથમિકતા રહેશે. ઉપરાંત સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગના પ્રશ્ને ચેમ્બર કોમર્સે યોગ્ય કક્ષાએ રજૂઆત કરશે અને પ્રશ્નોના ઉકેલ માટે હમેંશા કાર્યરત રહેશે.