મહા વાવાઝોડાની અસર, NDRFની ટીમે બચાવ કામગીરી શરુ કરી - NDRFની ટીમે બચાવ કામગીરી શરુ કરી
ગીર-સોમનાથઃ દરીયા કિનારા પર રહેલી હોડીઓને જેસીબી તેમજ જાતે ઘસડી NDRFની ટીમોએ સલામત જગ્યાએ ખસેડી હતી. તેમજ લોકોને સુરક્ષા અંગેની ખાતરી આપી હતી. મહા વાવાઝોડું સંભવિત ગુજરાતના દરીયા કાંઠે ભલે ન આવે પરંતુ તેની અસર જરૂર જોવા મળી છે. વેરાવળમાં મોડી સાંજે જાલેશ્વર વિસ્તારમાં રહેતા માછીમારોની હોડીઓ કિનારા પર હોય જે જોખમી હોય જેથી જેસીબીની મદદ લઈ NDRFની ટીમે આ હોડીઓ સલામત જગ્યાએ લાંગરવામાં મદદ કરી હતી સાથે આસપાસના સંભવિત ગામડાઓમાં પણ તમામ મદદની ખાતરી જીલ્લા તંત્ર અને NDRFની ટીમે સૌને આપી હતી.