નડિયાદમાં ભરાયેલા વરસાદી પાણી જોવા ગયેલ બાળકીનું ગરનાળામાં ડૂબી જવાથી મોત - rainfall news
નડિયાદઃ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી શહેરના માઇ મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભરાયેલા પાણી જોવા માટે ત્રણ બાળકીઓ ગરનાળા પર ગઈ હતી. જેમાંથી એક આઠ વર્ષીય બાળકીનો પગ લપસી જતા ગરનાળામાં ડૂબી હતી અને પાણી પી જવાને કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. આ કરૂણ ઘટનાને પગલે શહેરમાં ગમગીનો માહોલ ફેલાઈ ગયો હતો. મહત્વનું છે કે, ચોવીસ કલાકનો સમય પસાર થયા છતાં શહેરમાં પાણી ભરાયેલાં છે. જો કે નગરપાલિકા દ્વારા પમ્પ મૂકી વિવિધ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.