બારડોલીના નજીવી બાબતે યુવકની હત્યા - પોલીસ
સુરત : બારડોલીમાં ટેમ્પો પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ અથડામણમાં 3થી 4 લોકો ઘાયલ થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘાયલને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. આ સમગ્ર બનાવ બાદ બારડોલી DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.