અમદાવાના "નાયક" કમિશ્નર વિજય નેહરાએ ઝોનવાઇસ મુલાકાત લઇને તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતીમાં મ્યુનિસિપાલ કાર્પોરેશનના કમિશ્નર વિજય નેહરા દ્વારા સરપ્રાઇસ મુલાકાત લીધી હતી. તેઓએ વિરાટનગર વિસ્તારમાં કમિશ્નર નિરક્ષણ કરવા નીકળ્યા હતા.કમિશ્નરે અધિકારીઓ સાથે પગપાળા જ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. તેમણે જમાલપુર અને વિરાટનગર વિસ્તાર પર કેવી સ્વચ્છતા અને ગટરની સફાઇ છે તેનું નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન વરસાદી લાઈનમાં કચરા સાથે ડ્રેનેજના પાણી છે જેના લીધે કમિશ્નર રોષે ભરાયા હતા અને ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી આ બાબત પર જવાબ માંગ્યો હતો.કમિશ્નરે એન્જિનીયરીંગ વિભાગને જણાવ્યું હતું કે વરસાદનો બીજો રાઉન્ડ આવે તે પહેલા આ કામગીરી પૂરી કરો. માત્ર કેચપીટો સાફ કરીને કામગીરી પૂર્ણ ન બતાવો પણ સાફ કર્યા પછી પાણી પસાર થાય છે કે નહીં તેની પણ ખાતરી કરો.