મોરબીના શ્રમિકો રાજસ્થાન પલાયન કરતા આરોગ્ય ટીમે ચેકિંગ કર્યું
મોરબી: સમગ્ર દેશમાં લોકડાઉન કર્યા બાદ વેપાર ધંધા ઠપ્પ થતા શ્રમિક પરિવારો રાજસ્થાન પોતાના વતનમાં પલાયન કરતા હોય તેવું આજે ધ્યાને આવતા તંત્રમાં દોડધામ મચી હતી. જે શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. મોરબીમાં રહેતા 22 શ્રમિકો આજે પગપાળા રાજસ્થાન જવા નીકળ્યા હતા અને મોરબીના મણીમંદિર પાસે હોવાની જાણ થતા સીટી મામલતદાર જી એચ રૂપાપરા, બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમ તેમજ એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી. આરોગ્ય ટીમને બોલાવી તમામ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જોકે તમામ શ્રમિકોનું ટેમ્પરેચર નોર્મલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.