કેશોદમાં નરાધમે 8 વર્ષીય બાળકીની છેડતી કરી, લોકોએ ચખાડ્યો મેથીપાક - જૂનાગઢના તાજા સમાચાર
જૂનાગઢઃ રાજ્યમાં અવાર-નવાર છેડતીના બનાવો બનતા હોય છે, ત્યારે કેશોદના એક વિસ્તારમાં 8 વર્ષીય બાળકીની છેડતી થઇ છે. જેથી લોકોએ છેડતી કરનારા નરાધમને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ શહેરીજનોએ આ આરોપી પોલીસને સોંપ્યો હતો. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.