મોડાસામાં લઘુમતી સમાજનો સમૂહલગ્ન, 28 દંપતી લગ્નગ્રંથીમાં જોડાયા
મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસાના ગૉષીયા મેદાનમાં મોહદ્દીષે આઝમ દ્વારા લઘુમતી સમાજનો ત્રીજો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો. સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નનો મોટો ખર્ચો ન થાય તે હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહદ્દીષે આઝમ મોડાસા દ્વારા યોજવામાં આવેલ સમૂહ લગ્નમાં 28 નવ દંપતીઓ લગ્નગ્રંથીમાં જોડાયા હતા. અત્યાર સુધી દેશભરમાં મોહદ્દીષે આઝમ મિશન દ્વારા 97 સમૂહ લગ્ન યોજવામાં આવ્યાં છે. જેમાં ત્રણ હજાર કરતાં પણ વધુ યુગલોએ લાભ લીધો છે. લગ્ન ગ્રંથી જોડાયેલા યુગલોને ઘરવખરીનો તમામ સામાન હિન્દુ અને મુસ્લિમ દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી હતી.