સુરતમાં વડાપ્રધાનની સ્પીચ દરમિયાન પ્રધાન રાઘવજી પટેલ ઉંઘતા દેખાયા - Khatamhurt program
સુરત: વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા નિર્માણ થનારી હોસ્ટેલના ડિજીટલ ખાતમહુર્ત કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ ઉંઘતા ઝડપાયા હતા. નેતાજી સ્પીચ દરમિયાન નિંદર માણી રહ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.