ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘમહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી - Bharuch latest news
ભરૂચઃ ઉનાળાની ઉષ્ણતા બાદ તરસી ભૃગુધરા જાણે પ્રથમવાર તૃપ્ત થઇ છે. ત્રણ દિવસ પૂર્વે વરસેલા વરસાદે ચોમાસાની ઝાંખી રજૂ કરી હતી. જો કે, છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ 9 તાલુકાના લોકો મેઘ મલ્હારથી પ્રફુલ્લિત થઇ ઉઠ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે આકાશમાંથી જાણે સેનેટાઈઝર વરસ્યું હતું અને જિલ્લાવાસીઓને નવી તાજગીનો અનુભવ કરાવ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.