માલધારી આંદોલનઃ માલધારી સમાજના કાર્યકરોએ જૂનાગઢ સિવિલમાં ધામા નાખ્યા
જૂનાગઢઃ માલધારી સમાજનું આંદોલન હવે ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે. શુક્રવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને આપઘાત કરનાર વ્યક્તિ અને સમાજ પ્રત્યે સરકારનું ઉદાસીન વલણ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.