મહીસાગર જિલ્લા પોલિસે માસ્ક વિના બહાર નીકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી - મહીસાગર પોલીસ
મહીસાગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે રાજય સરકાર દ્વારા કોરોના સામે લડવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં માસ્ક વિના બહાર નીકળતા લોકોને રૂપિયા 200નો દંડ ફટકારવાની જોગવાઈ છે. આમ છતાં ઘણા લોકો ઘરની બહાર નીકળવા સમયે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેથી આવા લોકો વિરુદ્ધ મહીસાગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર પોલીસ માસ્ક વિના નીકળતા લોકોને સ્થળ પર જ દંડ ફટકારે છે.