બરવાળા કોંગ્રેસે ભરતસિંહ સોલંકીના સ્વસ્થ સુધારવાને લઇને કર્યો મહાયજ્ઞ - રાજ્યસભા ચૂંટણી
બોટાદ: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોરોનાગ્રસ્ત થયેલા હતાં, જેના અનુસંધાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજ રોજ રવિવારે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમને જલ્દી સારું થઈ જાય અને ફરીથી દેશ માટે સેવામાં કાર્યરત થઇ જાય તેવી પ્રાર્થના સાથે 1008 મુત્યુંજય મહામંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તથા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાજર રહ્યાં હતાં.