માઘી પૂર્ણિમા નિમિત્તે ડાકોરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, જુઓ વીડિયો - dakor mandir
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટ્યો રહ્યો છે. વહેલી સવારે ૪.૪૫ વાગે મંદિરના દ્વાર ખુલ્યા હતા, ત્યારબાદ ૫ વાગે મંગળ આરતીના દર્શનથી ભક્તોનું ઘોડાપૂર ડાકોરમાં જોવા મળી રહ્યું હતું. તમામ ભાવિકોને દર્શનનો લાભ મળે તે માટે મંદિર કમિટી દ્વારા દર્શનના સમયમાં વધારો કરવા સહિત જરૂરી આયોજન કરાયું હતું. ભાવિકોના ઘસારાને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Last Updated : Feb 9, 2020, 3:39 PM IST