ગુજરાત પર ટળ્યું 'મહા' સંકટ, સમુદ્રમાં જ નબળું પડશે - મહા વાવાઝોડાના સમાચાર
અમદાવાદ: 'ક્યાર' બાદ 'મહા' નામનો ખતરો ગુજરાત પર છે, જે આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાતના દરિયા કિનારે હિટ થવાની આશા સેવવામાં આવી રહી છે, પરંતુ તાજેતરના હવામાન વિભાગના આંકળા મુજબ, 'મહા' સમુદ્રમાં જ નબળું પડી જશે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠે હજુ વરસાદ આવી શકે છે. જેને લઇને તંત્ર દ્વારા દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સલામતીના હેતુ હેઠળ NDRFની 15 જેટલી ટીમને ખડે પગે રાખવામાં આવી છે.