સુરતમાં 25 માર્ચ સુધી લોક ડાઉન હોવા છતા લોકો જોવા મળ્યા રસ્તા પર
સુરતઃ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, કચ્છ, રાજકોટની સાથે સુરત શહેરને પણ 25 માર્ચ સુધી લોક ડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ETV BHARATની ટીમે શહેરના વિવિધ વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, સુરતમાં લોક ડાઉન હોવા છતાં અમૂક ડાઈમન્ડ ઈન્ડસ્ટ્રી શરૂ રાખવામાં આવી છે અને લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે. શહેરના બધા બ્રિજ, થીએટરો, મોલ્સ વગેરે બંધ રાખવામાં આવ્યાં છે, પરંતુ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ દૂધ, શાકભાજી અને દવાની દુકાનો શરૂ રાખવામાં આવી છે. શહેરમાં લોક ડાઉન હોવા છતાં પણ અનાજ-કરિયાણાની દુકાનોમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહીં છે. જેથી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.