વડોદરા: નિઝામપુરામાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન આપ્યું
વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન કોરોનાં સંક્રમિત દર્દીઓના આંકડા વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટરો પર કોરોનાના ટેસ્ટ તેમજ જરૂરિયાતમંદ લોકોને દવાઓ અને સારવાર આપવામાં આવી રહી છે. શહેરના 12 થી 15 હજારની વસ્તી ધરાવતા એવાં નિઝામપુરામાં એક પણ અર્બન હેલ્થ સેન્ટર નથી. જયારે રામેશ્વર ચાલ, રામપુરા, સરદાર નગર સાહિતના આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશો માટે એક પણ અર્બન હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવ્યું નથી. લોકો કોરોના જેવી મહામારી સામે દવાખાનથી વંચિત છે. જેથી કરીને આ વિસ્તારમાં એક અર્બન હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવે તેવી માગ સાથે વિસ્તારના સામાજિક કાર્યકર વિજય જાદવની આગેવાનીમાં સ્થાનિકોએ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.