રાજકોટમાંથી મળી આવેલ જીવતા બોમ્બનો મામલો, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ
રાજકોટઃ ખોડિયારપરા વિસ્તારમાંથી વર્ષ 2017માં એક ટાઇમર બૉમ્બ મળી આવ્યો હતો. જે મામલે મુખ્ય આરોપી દિનેશ બોઘાભાઈ ગીયોણાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી. જ્યારે ગુન્હાનો મુખ્ય આરોપી ફરાર છે. તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ST ક્રાઈમબ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિસ્તારમાં એક મકાન પચાવી પાડવા માટે તેમાં રહેતી એક મહિલાને મોતને ઘાટ ઉતારવા માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે સદનસીબે આ બૉમ્બ બ્લાસ્ટ થયો ન હતો જેને લઈને રાજકોટમાં ખૂબ મોટી જાનહાનિ ટળી હતી.