માધવપુરમાં આતંક મચાવતો દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ - madhavpur
પોરબંદર: જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો હતો અને લોકોમાં દિપડાને કારણે ભયનો માહોલ છવાયો હતો. માધવપુરના ચાઉદ ટીંબા વિસ્તારમાં દીપડાએ અનેક પશુઓ પર હુમલા કર્યા હતા અને અનેક પશુઓને ઇજાગ્રસ્ત કર્યા હતા. બે માસ દરમિયાન દીપડાએ 15 જેટલા પશુઓ પર હુમલો કરીને તેમનું મારણ કર્યું હતું. ત્યારે ગત રવિવારે સાત જેટલા ઘેટાનું મારણ કર્યું હતું. માધવપુર વાડી વિસ્તારના લોકોને વારંવાર દીપડો દેખાતા લોકો પણ ભયભીત થયા હતા. જેથી વન વિભાગે દીપડાને પાંજરે પકડવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારે પૂધર વાડી વિસ્તારમાં રહેતા પોપટ ભાઈ કાનાભાઈની વાડી એથી પાંજરૂ ગોઠવી મરણ રાખવામાં આવ્યું હતું. જેમાં દીપડો ઝડપાઈ ગયો હતો. વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ તો દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.