સેલવાસથી યાર્નની આડમાં આઇસર ટેમ્પમાં રૂ. 16 લાખનો દારૂ LCB પોલીસે ઝડપી પાડ્યો - vapi news
વાપી: વાપી ચાર રસ્તા પાસે LCB પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ઉભા હતા. તે દરમિયાન સેલવાસ તરફથી એક આઇસર ટેમ્પોને રોકી તલાસી લેતા ટેમ્પોમાં યાર્નના બોક્ષ ભરેલા હતા અને તેના નીચે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂ સેલવાસથી સુરત લઇ જવાતો હતો. જે પોલિસ્ટર યાર્નની આડમાં પૂઠાના બોક્સમાં હતો. પોલીસે આઇસર ટેમ્પોમાં કુલ દારૂની બોટલ નંગ 1068 જેની કિંમત રૂપિયા 1,16, 400, ટેમ્પો સહિત મળીને કુલ 15,90,153 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ટેમ્પા ચાલક ઉકારામ નાનજીરામ પુરોહિતની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.