દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકા સોમનાથ રોડ ઉપર આવેલા દબાણકારોને દબાણ હટાવવા માટે છેલ્લી નોટિસ આપી
દેવભૂમિ દ્વારકા : કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અનુસાર સોમનાથ દ્વારકા વચ્ચે રોડ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે દ્વારકા શહેરની અંદર આવેલા રિલાયન્સ ગેટથી ઇસ્કોન ગેટ વચ્ચે રોડના 30 મીટરના માપને બદલે માત્ર 18 મીટરનો રોડ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવ્યો છે. આથી દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોતાના સ્ટાફ અને પોલીસને સાથે રાખીને દ્વારકાના સનાતન સેવા મંડળથી રિલાયન્સ ગેટ સુધીના જમણી તરફના દબાણકારોને રોડના મધ્યભાગથી 15 મીટર સુધીનું માપ આપીને લેખિત અને મૌખિક રીતે સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કરવાની કડક સૂચના આપી હતી.