ભરૂચના ઘોડા ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાયો - દીપડો
ભરૂચઃ જિલ્લાના વાલિયા તાલુકાનાં ઘોડા ગામની સીમમાં બુધવારના રોજ એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી, જે ઘટના અંગે ગ્રામજનોએ નેત્રંગ વન વિભાગમાં જાણ કરી હતી. જે બાદ વન વિભાગની ટિમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરું મૂક્યું હતું, જે પાંજરામાં ગુરૂવારે વહેલી સવારે મારણ કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો, કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો લીધો છે. વન વિભાગ દ્વારા દીપડાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.