કિશોર મહેશ્વરી બન્યા પાટણના નવા ભાજપ પ્રમુખ
પાટણ: જિલ્લામાં ચાલી રહેલા સંગઠન પર્વને લઇ પાટણ શહેર ભાજપના નવા હોદ્દેદારોની વરણી કરવા માટે નૂતન હાઈસ્કૂલમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમા પાટણ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે કિશોર મહેશ્વરીના નામની જાહેરાત કરવામાં આવી. જ્યારે મહામંત્રી તરીકે શૈલેશભાઈ પટેલ અને ગૌરાંગભાઈ મોદીની વરણી કરવામા આવી હતી.