જામનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં બે દિવસીય ક્લસ્ટર લેવલ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
જામનગર : આ કાર્યક્રમમાં પોર્ટુગલ દેશના અને ઓડિશાના નૃત્ય વિદ્યાર્થિનીઓએ રજૂ કર્યા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર બે દિવસીય પ્રદર્શનમાં નૃત્ય સંગીત તેમજ વકતૃત્વ સ્પર્ધામાં કેન્દ્રીય વિદ્યાલયના કુલ સાત સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નૃત્ય તેમજ સંગીતના કાર્યક્રમમાં શ્રેષ્ઠ આવનારા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે ફાઈનલ સ્પર્ધામાં મોકલવામાં આવશે.