કમલેશ તિવારી હત્યાકાંડમાં જૈમિન દવેએ શું કહ્યું? જૂઓ વીડિયો...
અમદાવાદઃ હાલમાં જ હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કરવામાં આવી હતી ત્યારે આ હત્યાના પ્રકરણમાં જેના ઉપર કથિત આરોપ લગાવવામાં આવ્યો છે, તે જૈમીન દવેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિન્દુ સમાજ પાર્ટીના જમીન દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોહિત સોલંકી નામનો સુરતમાં રહે તો વ્યક્તિ જે સોશિયલ મીડિયાના માધ્યમથી એણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારે મેં સૌપ્રથમ તેને કે આધારકાર્ડ તેમજ ઇલેક્શન કાર્ડ ની માગણી કરી હતી તેણે તે provide કર્યું હતું, ત્યારે તેમાં ચેક કરતાં તે હિન્દુ સમાજનો હતો તેમજ હિન્દુ સમાજના કોઈપણ વ્યક્તિને હિન્દુ સમાજ પાર્ટીમાં લેતા હોવાના કારણે અમે રોહિત સોલંકીના બધા પુરાવા તપાસ કરતા તે હિન્દુ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અમે તેને સુરતમાં સામાન્ય કાર્યકરની પદવીમાં જોઈન્ટ કર્યો હતો. આ પહેલા તે ઘણા મોટા હિન્દુ સંગઠનોના નેતાઓના સંપર્કમાં પણ આવ્યો હતો, હિન્દુ સમાજ પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જૈમિન દવે બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સંપૂર્ણ જાણકારી તેમજ માહિતી પુરી પાડવામાં આવી હતી.