કોરોના વાઇરસ: JMCના કમિશ્નર સતિષ પટેલની ETV ભારત સાથે વાતચીત - કોરોના ઈફેક્ટ ન્યૂઝ
જામનગર: વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાઇરસના 499થી વધુ કેસ સામે આવ્યાં છે. ગુજરાતમાં 30 કેસ કોરોના પોઝિટિવ છે. રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતિષ પટેલે કોરોના વાઇરસને પગલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી છે. જામનગર મહાનગર પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઈરસને નાથવા માટે તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. જામનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ પાન મસાલા સહિતની દુકાનો બંધ કરવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે. મનપાના કમિશ્નર સતિષ પટેલે જણાવ્યું કે, જામનગર મહાનગરપાલિકા વાઇરસ સામે લડવા માટે સંપૂર્ણ સજ્જ છે.