સુરતમાં ફ્લાઇટ લેન્ડિંગ માટે નડતરરૂપ 17 બિલ્ડિંગના રહીશો દ્વારા એરપોર્ટ ઓથોરિટીને રજુઆત
સુરત : મહાનગરપાલિકા દ્વારા અગાઉ એરપોર્ટની આસપાસ આવેલી 17 જેટલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી. આ તમામ બિલ્ડિંગો એરપોર્ટને નડતરરૂપ હતી. જેને કારણે મનપા દ્વારા બિલ્ડિંગોના નડતરરૂપ ભાગ દૂર કરવા તાકીદે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં અમદાવાદના એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી પીઆઇએલ સંદર્ભે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના DGCA દ્વારા એરપોર્ટ નડતરરૂપ 17 જેટલા પ્રોજેક્ટોને નોટિસ પાઠવી મુંબઈ હેડ ઓફિસ પર્સનલ હિયરીગ માટે પક્ષ રજૂ કરવા તેડું મોકલવામાં આવ્યું છે. આ નોટિસને લઈ આજે તમામ બિલ્ડિંગના રહીશો દ્વારા એરપોર્ટ ઓથોરિટીને આ અંગે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જોકે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારનો આશ્વાસન રહીશોને આપવામાં આવ્યુ ન હતું. જેને કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો હતો તથા બંને વચ્ચે તું તું મેં મેં પણ જોવા મળી હતી.