પંચમહાલમાં ખાદીના વેચાણમાં થયો વધારો - પંચમહાલમાં ખાદીના વેચાણમાં થયો વધારો
પંચમહાલઃ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. મહાત્મા ગાંધી સ્વદેશી ચીજ વસ્તુઓ,તેમજ કાપડના આગ્રહી હતા અને તેમને ખાદીના વસ્ત્રો પહેરવા માટે દેશવાસીઓને પણ અનુરોધ કર્યો હતો. પંચમહાલ જિલ્લાના આવેલા ખાદી સેન્ટરોમાં ખાદીનું વેચાણ વધ્યું છે. ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે આ ખાદી સેન્ટરોમાં ખાદી કાપડ ની ખરીદી ઉપર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.