સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વર્ષો જૂનું વડનું ઝાડ ધરાશાયી - surat news
સુરતઃ જિલ્લાના મહુવા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. અનેક જગ્યાએ પાણી તો ભરાયાં પણ કેટલીક જગ્યાએ મુખ્ય માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બન્યા હતા . મહુવા તાલુકાના મુખ્ય માર્ગ ઉપર એક વર્ષો જૂનું વડનું ઝાડ હતું. જે ધરાશાયી થતા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયાં હતાં. જોકે એક વાહન ચાલકને નસીબ સાથ આપતું હોય તેમ વાહન ચાલક અને કાર ત્યાંથી પસાર થાય છે અને પછી ઝાડ પડે છે.