ગોંડલ: ભાજપ અગ્રણીની BAની પરીક્ષામાં કોંગ્રેસીઓએ ડમી વિદ્યાર્થીને ઝડપી પાડ્યો
રાજકોટઃ ગોંડલ એમ.બી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ BA સેમેસ્ટર-1ની પરીક્ષામાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા નકલી વિદ્યાર્થી બેસાડી પરીક્ષા આપવામાં આવી રહી હોવાની ફરિયાદ કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવી હતી. જેની ચાલુ પરીક્ષાએ કોંગ્રેસના આગેવાનો એ તપાસ કરતા ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. નંબર-2 અને સીટ નંબર-122732માં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો. જે અંગે કોલેજ સંચાલકો દ્વારા તપાસ કરાતા ડમી પરીક્ષાથી ઝડપાતા કોપી કેસ નોંધાવા કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Dec 5, 2019, 5:11 PM IST