અમદાવાદ: અમદુપુરા વિસ્તારમાં એસ્ટેટ વિભાગે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી
અમદાવાદ: અમદુપુરા વિસ્તારમાં એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એસ્ટેટ વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલી 35 જેટલી દુકાનોને હટાવવામાં આવી છે. મનપા દ્વારા દબાણ કરનારા દુકાનદારોને અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. એસ્ટેટ વિભાગે દબાણ દૂર કરતી વખતે પોલીસ અને SRPના જવાનનો સાથે રાખ્યા હતા. જેથી દુકાનદારોએ એસ્ટેટ વિભાગ પર આક્ષેપ કર્યો હતો કે, નોટિસ આપ્યા વિના ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે અને સામાન હટાવવા માટે પણ સમય આપવામાં આવ્યો નથી.