રાજકોટમાં CM વિજય રૂપાણીએ શહીદોના પરિજનોને ચેક વિતરણ કર્યા
રાજકોટઃ કાલાવડ રોડ ખાતે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દેશની રક્ષાકાજે શહીદ થયેલ વીરોના પરિજનોને સહાય વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ એસોસિએશનની મેમ્બર ડીરેક્ટરી 2019નો વિમોચનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદના પરિજનોને ચેક વિતરણ કર્યા હતા. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કુલ 35 શહીદના પરિજનોને અંદાજીત રૂ.18 લાખના ચેક વિતરણ કર્યા હતા. કાર્યક્રમમાં શહીદોની શહાદત યાદ કરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની કાર્યક્રમ હોવાથી રાજકોટના નામાંકિત લોકો પણ સમારોહમાં જોડાયા હતા.