ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી સ્વાદવમાં મહત્વ ધરાવતા પાકને મોટું નુકસાન થયું

By

Published : Jan 22, 2022, 3:42 PM IST

દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 1,54,187 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું જેમાં મુખ્ય ચણા, જીરું, રાયડો, મેથી જેવા પાકો હતા. સારા પાકની આશાએ ખેડૂતોએ કડકડતી ઠંડીમાં મહેનત દિવસ રાત એક કરી શિયાળુ પાક લીધો હતો. પરંતુ વારંવાર વરસેલ માવઠા (Dwarka unseasonal rains)એ જીરુંના ઉભા પાકમાં વ્યાપક નુકસાની (damage to crops of cumin ) આપી હતી. ખાસ કરીને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જીરુંના પાકમાં સુકારા નામનો રોગ આવતા જીરુંનો પાક 70થી 80 ટકા જેટલો સુકાઈ ગયો હોવાથી ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો હતો. ત્યારે ખેડૂતોએ જીરુંના પાકને બચાવવા દવાનો છંટકાવ કરવા છતાં પણ જીરુંનો પાક બચાવી ન શકતા ખેડૂતની હાલત ખુબ જ દયનિય બની હતી. ખેડૂત આર્થિક રીતે ભાંગી પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details