ભાવનગરમાં સામાજિક કાર્યકરોએ શાળાની બસ અંગે RTOમાં રજૂઆત કરી
ભાવનગર: શહેરમાં સામાજિક કાર્યકરોએ શાળાની બસમાંથી ફંગોળાઈને મૃત્યુ થવાના મામલે RTOને રજૂઆત કરી છે. સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો કે, શાળામાં ચાલનારા વાહનોના પાસિંગ તેમજ ડ્રાઈવર લાયસન્સ સહિત અન્ય નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કાર્યકરોએ શાળાના સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માગ કરી છે.