અમદાવાદમાં એજન્ટ રાજનો અંત, 40 જેટલા એજન્ટોને પોલીસે કર્યા ઝબ્બે - અમદાવાદ
અમદાવાદ: શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ આરટીઓ કચેરી કે જ્યાં કોઈને પણ લાયસન્સ નંબર, પ્લેટ કે અન્ય કોઈ કામ હોય તો મોટા ભાગે એજન્ટનો સંપર્ક કરવો પડતો હતો. જેમાં એજન્ટ ગ્રાહક પાસેથી સારી એવી રકમ વસૂલીને કામ કરાવી આપતો હતો .જે અંગે અનેક વખત RTO કચેરી તથા પોલીસ વિભાગમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈને આજે RTO કચેરીમાં પ્રવેશેલા 40 જેટલા એજન્ટોને કચેરીમાં જ બેસાડી દેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે 40 જેટલા એજન્ટોને ઝડપાયા હતા. RTO કચેરીમાં પોલીસ કમિશ્નરે એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં મોટી સંખ્યામાં એજન્ટો RTOમાં ખુલ્લેઆમ ફરે છે અને કમિશન પર કામ કરે છે. ત્યારે આજે RTO કચેરીમાં પ્રવેશેલા 40 જેટલા એજન્ટોને પકડીને RTOના સ્ટાફ દ્વારા જ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે 40 જેટલા એજન્ટોને પકડી લીધા હતા.