ગુજરાત

gujarat

ETV Bharat / videos

જાણો આજે અખાત્રીજના દિવસે શું છે રથયાત્રાનો મહત્વ

By

Published : May 7, 2019, 12:48 PM IST

અમદાવાદ: આજે મંગળવારે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે દરેક ક્ષણ, દરેક મિનિટને શુભ મુહૂર્ત ગણવામાં આવે છે. આજના દિવસે વિધિવત પુજન અર્ચના કર્યા બાદ રથનું સમારકામ કરવામાં આવશે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ,સુભદ્ધા,બલભદ્રના રથની અખાત્રીજના દિવસે પુજન કરવામાં આવે છે, અને ત્યારબાદ રથોનું સમારકામ થાય છે. આજે હિન્દુ મંત્રોચ્ચાર સાથે રથપુજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે વણ માગ્યું મૂર્હત હોય છે અને આજના દિવસે લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે.આજના દિવસે રથોની પૂજા કરવામાં આવે છે અને આજથી ભગવાની જગ્ગનાથની રથયાત્રા માટે તૈયારીઓનો શુભારંભ કરવામાં આવે છે.એક પરંપરા પ્રમાણે, આજના દિવસે વિશ્વકર્મા ભગવાન પાસે રથના કામ માટે મંજૂરી માંગવાની હોય છે અને ભગવાન મંજૂરી આપે છે અને ત્યારબાદ રથયાત્રાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવે છે.

For All Latest Updates

TAGGED:

only video

ABOUT THE AUTHOR

...view details