નર્મદા નદીમાં ગેરકાયદે લગાડાયેલા ખૂંટા પોલીસની ટીમ દ્વારા દુર કરાયા
ભરૂચઃ શહેર નજીક નર્મદા નદીમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે ખૂંટા લગાવી માછીમારી કરવામાં આવે છે. ખૂંટાના લગાવાના કારણે માછીમારોની બોટને અકસ્માત નડવાનો ભય રહેતો હોય છે, ત્યારે વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ છતાં આ પ્રવૃત્તિ ચાલુ જ રહેતા ભાડભૂત માછીસમાજ દ્વારા ક્લેકટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસની વિવિધ ટીમો દ્વારા માછીમારો સાથે ભાડભૂત, હાંસોટ અને દહેજ નજીક નર્મદા નદીમાં લગાવામાં આવેલા ગેરકાયદેસર ખૂંટા દુર કરવામાં આવ્યા છે.